અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે નવનિર્મિત વિકેટોના ઉદ્ઘાટન સાથે જામનગર ક્રિકેટને નવી દિશા – BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજનભાઈ શાહે વ્યક્ત કર્યો વિશ્વાસ.
જામનગર શહેરના ગૌરવ સમાન અને ઐતિહાસિક એવા અજીતસિંહજી ક્રિકેટ પેવેલિયન ખાતે આજે ક્રિકેટપ્રેમીઓ માટે આનંદના સમાચાર સામે આવ્યા હતા. પેવેલિયનના મેદાન પર તૈયાર કરાયેલી નવનિર્મિત વિકેટોના ઉદ્ઘાટન પ્રસંગે BCCIના પૂર્વ સેક્રેટરી તથા સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિયેશન (SCA)ના મેમ્બર નિરંજનભાઈ શાહ વિશેષ રીતે જામનગર પધાર્યા હતા. તેમના આગમન સાથે જ સ્થાનિક ક્રિકેટ જગતમાં ઉત્સાહ અને આશાની નવી…