“ક્યાં જતો રહ્યો હિમેશ?” — મુલુંડનો ૧૯ વર્ષીય ગુજરાતી ટીનેજર પપ્પા સાથેના નાનકડા વિવાદ બાદ અચાનક ગુમ, ૭ દિવસથી લાપતા : પરિવારની આંખોમાં આશાની છેલ્લી ઝલક
મુંબઈના શાંતિપૂર્ણ ગણાતા મુલુંડ-વેસ્ટ વિસ્તારમાં છેલ્લા એક અઠવાડિયાથી એક એવી ઘટના બની છે, જેણે સમગ્ર વિસ્તારને ચિંતામાં મૂકી દીધો છે. ૧૯ વર્ષનો ગુજરાતી ટીનેજર હિમેશ કમલેશભાઈ બોરખતરિયા, જે પોતાના ભવિષ્યના સપનાંઓમાં ખોવાયેલો, સધારણ રીતે સૌમ્ય સ્વભાવનો અને પરિવારનો લાડકો પુત્ર હતો — તે અચાનક એક રાત્રે પપ્પા સાથે થયેલી નાનકડી વાદવિવાદ બાદ ઘર છોડીને ચાલ્યો…