મુંબઈને સ્વચ્છતાની નવી દિશા આપશે ‘સ્વચ્છતા મંથન’ સ્પર્ધા-2026 BMCની અનોખી પહેલ : નાગરિકો, સેલિબ્રિટીઝ અને સોસાયટીઓને સીધી ભાગીદારીની તક.
મુંબઈ મુંબઈને વધુ સ્વચ્છ, સુંદર અને આરોગ્યદાયક બનાવવા માટે બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)એ એક મહત્વાકાંક્ષી અને વ્યાપક પહેલ હાથ ધરી છે. BMC દ્વારા ૧ જાન્યુઆરીથી ૩૧ ડિસેમ્બર સુધી ચાલનારી ‘સ્વચ્છતા મંથન કૉમ્પિટિશન-2026’ની સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે. આ સ્પર્ધા અંતર્ગત શહેરના નાગરિકો, હાઉસિંગ સોસાયટીઓ, વેપારી સંસ્થાઓ તેમજ ફિલ્મ અને રમત જગતની જાણીતી સેલિબ્રિટીઝને પણ સ્વચ્છતા…