ધોરાજીના ફરેણીમાં મનરેગા યોજનાનો મોટો ભ્રષ્ટાચાર બહાર.
ધોરાજી તાલુકાના ફરેણી ગામમાં મહાત્મા ગાંધી રાષ્ટ્રીય ગ્રામિણ રોજગાર ગેરંટી યોજના (મનરેગા) હેઠળ થયેલા એક ગંભીર ભ્રષ્ટાચારના કૌભાંડનો પર્દાફાશ થતાં સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. આશરે ૧૫ વર્ષ પૂર્વે થયેલી ગેરરીતિઓ મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાતા તત્કાલિન ગ્રામ પંચાયતના જવાબદાર અધિકારીઓ અને પ્રતિનિધિઓ સામે કાયદાની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. તત્કાલિન મહિલા સરપંચ, તલાટી…