ખેડૂત હિત માટે કોંગ્રેસ પક્ષનો સંકલ્પ : મગફળીની સંપૂર્ણ ખરીદી અથવા ભાવતફાવતની રકમ તાત્કાલિક ખેડૂતોના ખાતામાં જમા કરવાની માગ સાથે જામનગર તાલુકા કોંગ્રેસ સમિતિની રજૂઆત
જામનગર જિલ્લામાં ખેડૂત વર્ગ માટેનો પ્રશ્ન આજે સૌથી ગંભીર બની રહ્યો છે. ખાસ કરીને મગફળી ઉત્પાદક ખેડૂતોની સ્થિતિ હાલ કઠિન બની છે. ખેડૂતો મહેનતપૂર્વક ખેતરમાં રાતદિવસ એક કરી પાક ઉગાડે છે, પરંતુ પાક તૈયાર થયા પછી યોગ્ય ભાવ ન મળતા તેઓને ભારે આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. રાજ્ય સરકારે આ વર્ષે મગફળી ખરીદી માટે…