જરૂરિયાતમંદ બાળકોના ભવિષ્ય માટે કોશીશનો સુંદર સંકલ્પ: વેહવારીયા શાળામાં શૈક્ષણિક કિટ વિતરણ કાર્યક્રમ સફળતાપૂર્વક યોજાયો
જામનગર, વેહવારીયા:શિક્ષણ એ બાળકના સર્વાંગી વિકાસની ચાવી છે, અને સમાજના દરેક ખૂણાના બાળકો સુધી એ ચાવી પહોંચે તે માટે કેટલાક સંવેદનશીલ હ્રદયોએ એક સુંદર પહેલ હાથ ધરી છે. આવું જ એક ભાવનાત્મક અને લોકહિતમૂલક આયોજન જામનગર જિલ્લાના વેહવારીયા ગામની રાષ્ટ્રીય પ્રાથમિક શાળાના મધ્યસ્થ હોલમાં કોશીશ ફાઉન્ડેશન દ્વારા યોજાયું. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ આર્થિક રીતે પછાત…