જામનગરમાં JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ પર ગંભીર આક્ષેપ: 65 વર્ષીય દર્દીના મોતે પરિવારનો આક્રોશ–“જરૂરિયાત વગર સ્ટેન્ટ મૂકી પિતાના જીવન સાથે ચેડાં થયા”
જામનગર શહેરમાં તબીબી ગેરલક્ષીની ચિંતા ફરી ચર્ચામાં જામનગરના JCC હાર્ટ ઇન્સ્ટિટ્યૂટમાં સારવાર બાદ એક 65 વર્ષીય વડીલના મૃત્યુને લઈને પરિવારજનોએ ગંભીર આક્ષેપો કર્યા છે. રાજ્ય સરકારની આયુષ્યમાન યોજના હેઠળ સારવાર લઈ રહેલા રસિકભાઈ હિંડોચાના પુત્ર રવિભાઈ હિંડોચાએ આક્ષેપ કર્યો કે, “ડૉ. પાર્શ્વ વોરાએ જરૂરિયાત વગર પિતાની નળીઓ બ્લોક હોવાનું કહી બે સ્ટેન્ડ મૂક્યા, જેના કારણે…