જંતર-મંતર પર શિક્ષકોનો મહાઅવાજ : જૂની પેન્શન અને TET રદ્દ કરવાની બે મહત્ત્વની માંગ સાથે દેશવ્યાપી ધરણું, ગુજરાતમાંથી 2000 શિક્ષકોની જબરદસ્ત હાજરી
૨૪ નવેમ્બર, ૨૦૨૫ – નવી દિલ્હી, જંતર-મંતર.દેશની રાજધાનીના હૃદયસ્થાને આવેલું જંતર-મંતર ત્યારે શિક્ષકવર્ગના ઉર્જાસભર નાદથી ગુંજી ઉઠ્યું હતું. દેશના દરેક રાજ્યમાંથી હજારોની સંખ્યામાં આવેલા શિક્ષકો એક જ ધ્યેયને લઈને અહીં ભેગા થયા હતા – જૂની પેન્શન યોજના (OPS)ને ફરીથી અમલમાં મૂકવી અને સેવા બજાવતા શિક્ષકો માટે ફરજિયાત TET પરીક્ષાને નાબૂદ કરવી. આંદોલન માત્ર કોઈ રાજકીય…