જામનગરની વિદ્યાર્થીનીઓના હૃદયથી ઊતરેલા શુભેચ્છા સંદેશા – વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસે કલેક્ટર મારફતે દિલ્હી પહોંચ્યા કાર્ડ
દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનો ૧૭ સપ્ટેમ્બર, ૨૦૨૫ના રોજ ૭૫મો જન્મદિવસ દેશભરમાં વિવિધ કાર્યક્રમો, સેવા કાર્યો અને ઉજવણી દ્વારા વિશેષ રીતે મનાવવામાં આવ્યો. ગુજરાતમાં તો આ પ્રસંગે અનેક શાળાઓ, સામાજિક સંસ્થાઓ, ધાર્મિક સંસ્થાઓ અને સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓ દ્વારા લોકહિતનાં કાર્યો યોજાયા. એ જ અંતર્ગત જામનગરની એક શાળાની નાની વિદ્યાર્થીનીઓએ તેમના નિર્દોષ લાગણીસભર હૃદયમાંથી નીકળેલા શુભેચ્છા…