ધ્રોલ તાલુકામાં એલ.સી.બી.ની સફળ કાર્યવાહી : ખાખરાગામ રોડ પરથી વિદેશી દારૂ, મોબાઇલ ફોન અને કાર સાથે એક શખ્સ ઝડપી પાડાયો — કુલ રૂ. ૪.૫૦ લાખનો મુદામાલ જપ્ત
જામનગર જિલ્લાના પોલીસ વિભાગ દ્વારા દારૂની હેરાફેરી અને બૂટલેગિંગ જેવા ગુનાઓને અંકુશમાં લેવા સતત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. આવા જ સંદર્ભમાં આજે જામનગર એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાંચ)એ એક વધુ સફળતા હાંસલ કરી છે. ધ્રોલ તાલુકાના ખાખરાગામ જવાના રસ્તા પર છાપા દરમિયાન એક શખ્સને વિદેશી દારૂની બોટલો, મોબાઇલ ફોન તથા ફોરવ્હીલ કાર સાથે ઝડપી…