જામનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે ભવ્ય રક્તદાન મહાયજ્ઞ : 1115 દાતાઓએ માનવતા માટે આપ્યો જીવનદાયી અંશદાન
જામનગર : સમગ્ર દેશભરમાં પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના જન્મદિવસે વિવિધ પ્રકારની સેવાકીય અને સામાજિક પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવે છે. સેવાકીય ભાવના સાથે પ્રેરિત આ દિવસને જામનગર જિલ્લામાં અનોખી રીતે ઉજવવામાં આવ્યો હતો. ’સેવા હિ સંઘઠન’ના સૂત્ર સાથે પ્રધાનમંત્રીના જન્મદિવસ નિમિત્તે અને તાજેતરમાં સફળ રહેલા ’ઓપરેશન સિંદૂર’ના વિજયોત્સવની પ્રસંગોચિત પૃષ્ઠભૂમિમાં, જામનગર જિલ્લામાં એક ભવ્ય રક્તદાન મહાશિબિરનું આયોજન…