મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો વળાંક : મહાનગરપાલિકા ચૂંટણીમાં ઉદ્ધવ–રાજ ઠાકરે એક મંચ પર, સંજય રાઉતનો મોટો દાવો.
મુંબઈ સહિત રાજ્યની ૨૯ મહાનગરપાલિકાઓની આવનારી ચૂંટણીને લઈ મહારાષ્ટ્રની રાજનીતિમાં મોટો ફેરફાર થતો દેખાઈ રહ્યો છે. શિવસેના (ઉદ્ધવ બાળાસાહેબ ઠાકરે – UBT)ના વરિષ્ઠ નેતા અને સાંસદ સંજય રાઉતે મોટો રાજકીય સંકેત આપતાં જણાવ્યું છે કે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરે અને મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના પ્રમુખ રાજ ઠાકરે આવનારી મહાનગરપાલિકા ચૂંટણી માટે એકસાથે પ્રચારસભાઓ સંબોધશે….