સૉફ્ટ ડ્રિન્કમાં નશીલી દવા ભેળવી ટીનેજર છોકરીઓ પર બળાત્કાર અને બ્લૅકમેઇલિંગનો સિલસિલો માત્ર ૬ કલાકમાં કુરાર પોલીસની ઝડપી કાર્યવાહી, વિરારથી રીઢા ગુનેગાર ઝડપાયો.
મુંબઈ | શહેરમાં ફરી એકવાર માનવતા શરમાવે તેવી ઘટનાએ સમાજને હચમચાવી દીધો છે. સૉફ્ટ ડ્રિન્કમાં નશીલી દવા ભેળવી ટીનેજર છોકરીઓને બેભાન કરી તેમના પર બળાત્કાર કરીને અશ્લીલ વિડિયો બનાવી બ્લૅકમેઇલ કરનાર એક રીઢા ગુનેગારને કુરાર પોલીસે માત્ર છ કલાકમાં ઝડપી લીધો છે. મહેશ પવાર નામના આરોપી સામે અત્યાર સુધીમાં ૮થી ૧૦ ટીનેજર છોકરીઓ સાથે જાતીય…