ગુજરાતમાં ગરીબીનું ગંભીર ચિત્ર સામે આવ્યું: ૩.૬૫ કરોડ નાગરિકો વ્યાજબી ભાવની દુકાનો પર નિર્ભર, પાંચ વર્ષમાં મફત-સસ્તું અનાજ લેનારાઓમાં ૨૪ લાખનો વધારો.
વિકાસ, ઉદ્યોગ અને આર્થિક પ્રગતિના દાવાઓ વચ્ચે ગુજરાતમાં ગરીબીનું એક ચિંતાજનક અને હકીકતભર્યું ચિત્ર સામે આવ્યું છે. રાજ્યમાં આજે અંદાજે ૩.૬૫ કરોડ લોકો પોતાની દૈનિક જરૂરિયાત માટે વ્યાજબી ભાવની દુકાનો (રેશન શોપ) પરથી મફત અથવા સસ્તા દરે અનાજ લેવા મજબૂર બન્યા છે. વધુ ચોંકાવનારી વાત એ છે કે છેલ્લા પાંચ વર્ષના ગાળામાં આવા લાભાર્થીઓની સંખ્યામાં…