નોટબંધીના નવ વર્ષ: કાળા નાણાંની સફાઈ કે ફક્ત રંગ બદલાઈ ગયો? – આર્થિક, સામાજિક અને રાજકીય અસરોનું ઊંડાણપૂર્વક વિશ્લેષણ
આજથી નવ વર્ષ પહેલાં — ૮ નવેમ્બર, ૨૦૧૬ની સાંજે — ભારતના ઇતિહાસમાં એક એવું ક્ષણ આવ્યું હતું, જ્યારે રાતોરાત આખા દેશના અર્થતંત્રમાં ભુકંપ જેવી સ્થિતિ સર્જાઈ. વડા પ્રધાન નરેન્દ્ર મોદી રાષ્ટ્રીય પ્રસારણ પર આવ્યા અને અચાનક જાહેર કર્યું કે ૫૦૦ અને ૧,૦૦૦ રૂપિયાની નોટો હવે કાયદેસર ચલણ રહેશે નહીં. આ જાહેરાત માત્ર ચલણ બદલવાની નહોતી…