“જનજાતીય ગૌરવ વર્ષ”માં ગુજરાતનો ઐતિહાસિક પ્રયોગ — ભારતનો પ્રથમ રાજ્ય તરીકે આદિવાસી સમુદાય માટે જીનોમ સિક્વન્સિંગ પ્રોજેક્ટનો આરંભ : સસ્તું, અદ્યતન અને આરોગ્યક્રાંતિ સર્જનાર ઉપક્રમ
ગુજરાત રાજ્યએ ફરી એકવાર વિજ્ઞાન અને માનવકલ્યાણના ક્ષેત્રમાં ઇતિહાસ રચ્યો છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના દુરંદેશી નેતૃત્વ હેઠળ ગુજરાતે હવે એવો પ્રોજેક્ટ શરૂ કર્યો છે, જે ભારતના આદિવાસી સમાજના સ્વાસ્થ્યને નવી દિશા આપશે. આદિવાસી જનનાયક ભગવાન બિરસા મુંડાની 150મી જન્મજયંતિના અવસરે વર્ષ 2025ને “જનજાતીય ગૌરવ વર્ષ” તરીકે ઉજવવાનું જાહેર કર્યા પછી રાજ્ય સરકારે હવે તેમની વારસાને…