ખંભાળિયામાં અપહરણ અને લૂંટનો ત્રાસ: પૈસાની લેતી–દેતીના વિવાદે યુવકની જિંદગી જોખમમાં મૂકી; એક આરોપી ઝડપાયો, બે હજુ ફરાર.
દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ખંભાળિયા શહેરમાં પૈસાની લેતી-દેતીના વિવાદને કારણે એક યુવકનું અપહરણ કરીને તેની સાથે લૂંટ ચલાવવાની ગંભીર અને ચોંકાવનારી ઘટના સામે આવી છે. શહેરમાં સવારથી જ આ મુદ્દે ભારે ચર્ચા જામતા સ્થાનિકોમાં ડર અને રોષ ફેલાયો છે. પોલીસે ઝડપી કાર્યવાહી કરતાં એક મુખ્ય આરોપીને પકડી પડ્યો છે, જ્યારે બે ફરાર આરોપીઓની શોધખોળ માટે વિશેષ…