“અમે અમારી નાની બહેનને ન્યાય અપાવીને રહીશું” — ડૉ. સંપદા મુંડેના બળાત્કાર અને આત્મહત્યા કાંડમાં ઉગ્ર ચકચાર, મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસનો સખત સંદેશ, આરોપી PSI ગોપાલ બદનેનો સરેન્ડર અને રાજકીય ગરમાવો
મહારાષ્ટ્રમાં ફલટણ ખાતે બનેલી ડૉ. સંપદા મુંડેની આત્મહત્યાની ઘટના છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં જ નહીં પરંતુ આખા દેશમાં ચર્ચાનો વિષય બની ગઈ છે. એક પ્રતિભાશાળી મહિલા ડૉક્ટર, સમાજના નબળા વર્ગને સેવા આપવા માટે પ્રતિબદ્ધ યુવતી અને તંત્રની અનૈતિક દબાણ સામે લડતી હિંમતવાન સ્ત્રી — એવી ડૉ. સંપદા મુંડેએ જ્યારે જીવનનો અંત લાવ્યો, ત્યારે સમગ્ર સમાજ…