Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝશહેરસુરત

સુરત : સુરતમાં 2 વર્ષની માસૂમ બાળકીને શ્વાનોએ ફાડી ખાધી

સુરત : સુરત માં 2 વર્ષની માસૂમ બાળકીને શ્વાનોએ ફાડી ખાધી: સુરત શહેરમાં ફરી એક વખત શ્વાનનો આતંક દેખાયો છે. સુરતના ખજોદ વિસ્તારમાં બાળકી ઉપર ત્રણ જેટલાં શ્વાનો એકસાથે ત્રાટકતાં બાળકીની હાલત નાજુક બની છે.

2 વર્ષની બાળકીને શ્વાને ભર્યા 40થી વધુ બચકા ભર્યા હોવાની માહિતી સામે આવી છે. સુરતમાં રખડતા શ્વાનના આંતકથી શહેરીજનોમાં ફફડાટ ફેલાયો છે. અગાઉ પણ શ્વાને બચકા ભર્યાની અનેક ઘટનાઓ સામે આવેલી છે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

ડાયમંડ બુર્સ ની પાછળ રહેતા કામદારો પૈકી આ પરિવાર રહેતો હતો અને ત્યાં બાળકી ઘર પાસે એકલી જ રમતી હોઈ એકાએક જ 3 શ્વાનોને તેના ઉપર હુમલો કરી દીધો હતો. બાળકીને પગના ભાગે અને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. 108 એમ્બ્યુલન્સ દ્વારા તેને હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સુરતમાં વારંવાર આ પ્રકારની ઘટનાઓ સામે આવતી રહે છે. તેમ છતા પણ મહાનગરપાલિકા તંત્રની ઊંઘ જાણે ન ઉડતી હોય તેવુ લાગી રહ્યુ છે.મહત્વનું છે કે, સુરત શહેરમાં શ્વાનના હુમલાની આ પ્રથમ ઘટના નથી. છેલ્લા 2 મહિનામાં આ ચોથી વખત શ્વાને બાળક પર હુમલો કર્યો છે.

Related posts

ગુજરાત ના સપૂત અને દેશના વડાપ્રધાન માનનીય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ ના 71માં જન્મ દિવસ નિમિતે સેવા એજ સમર્થનના ભાવ સાથે શરૂ સેક્સન ખાતે આવેલ ગાયત્રી મંદિર ખાતે ગાયત્રી હવનનું આયોજન..

samaysandeshnews

રાજકોટ : રાજકોટમાં ગેરકાયદેસર ગેસ રિફીલીંગનું કૌભાંડ પુરવઠા વિભાગે ઝડપી પાડ્યું

cradmin

MCX: સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.2,400 અને ચાંદીનાવાયદામાં રૂ.2,542નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.531ની તેજીનેચરલ ગેસમાં નરમાઈઃ કોટન-ખાંડી, મેન્થા તેલ ઢીલાઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

cradmin

Leave a Comment

error: Content is protected !!