જામનગર : જામનગરના દિવ્યાંગ ખેલાડીએ રાષ્ટ્રીય કક્ષાની લાંબી કુદની સ્પર્ધામાં સિલ્વર મેડલ મેળવ્યો.
‘નેશનલ પેરાએથલેટીક્સ ચેમ્પિયનશિપ- 2023’ માં દિવ્યાંગ ખેલાડી શ્રી ચંદ્રેશ બગડાએ સિદ્ધિ પ્રાપ્ત કરી
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
જામનગર તાજેતરમાં મહારાષ્ટ્રના પુના ખાતે ‘નેશનલ પેરાએથલેટીક્સ ચેમ્પિયનશિપ- 2023’ યોજાઈ હતી. જેમાં જામનગર જિલ્લાના 3 દિવ્યાંગ ખેલાડીઓની પસંદગી કરાઈ હતી. આ તકે, જામજોધપુર તાલુકામાં આવેલા શેઠવડાળા ગામના અસ્થીવિષયક દિવ્યાંગ ખેલાડી શ્રી ચંદ્રેશ બગડાએ હાઈ જમ્પ એટલે કે લાંબી કૂદની સ્પર્ધામાં રજત ચંદ્રક પ્રાપ્ત કર્યો છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ઉપરોક્ત સ્પર્ધામાં ગુજરાત રાજ્યને 11 સુવર્ણ, 6 રજત અને 7 કાંસ્ય ચંદ્રક મળીને કુલ 24 મેડલ પ્રાપ્ત થયા છે. જે અંતર્ગત, જામનગર જિલ્લાને 1 સિલ્વર મેડલ પ્રાપ્ત થયો છે. આ સિદ્ધિ પ્રાપ્ત કરવા બદલ શ્રી ચંદ્રેશ બગડાનું જામનગર દિવ્યાંગ સમાજ દ્વારા બહુમાન કરવામાં આવ્યું છે. તેમ જામનગર દિવ્યાંગ સમાજ પ્રમુખ શ્રી સતાર એમ. દરદાજાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.