Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝપાટણશહેર

પાટણ : જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલની જિલ્લાકક્ષા સમિતીની બેઠક મળી

પાટણ : જિલ્લા કલેક્ટરશ્રીના અધ્યક્ષસ્થાને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલની જિલ્લાકક્ષા સમિતીની બેઠક મળી

જિલ્લા સેવા સદન ખાતે જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટીના અધ્યક્ષસ્થાને સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલની જિલ્લાકક્ષા સમિતીની બેઠક મળી હતી. SDGમાં ભૌતિક વિકાસની સાથે સાથે સોશિયલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો વિકાસ થાય તે હેતુથી નિરંતર વિકાસના 17 ગોલને અમલમાં મુકવામાં આવ્યા છે. આ ગોલ (લક્ષ્ય) ને ધ્યાનમાં રાખીને આજે મળેલી બેઠકમાં જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.સુથાર દ્વારા સસ્ટેનેબલ ડેવલોપમેન્ટ ગોલની સમજ આપવામાં આવી હતી.

સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના 17 ગોલની મુખ્ય બાબતોની વાત કરીએ તો, ગરીબી નાબૂદ કરવી, ભૂખમરો ઘટાડવો, ખાદ્ય સુરક્ષા અને પોષણ સુધારવું, તેમજ ટકાઉ કૃષિ વિકાસ વગેરેનો સમાવેશ થાય છે. આ તમામ બાબતોની વિસ્તૃત ચર્ચા આજની બેઠકમાં કરવામાં આવી હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

રાજ્યમાં SDGs નું લોકલાઈઝેશન થઈ શકે તે માટે જિલ્લામાં SDGsના મોનિટરીંગ માટે G-SWIFT પોર્ટલ પર DISTRICT INDICATOR FRAMEWORK(DIF) તરીકે 126 ઈન્ડીકેટર્સને નિયમિત અપડેટ કરવામાં આવે છે. જેના આધારે રાજ્ય અને દરેક જિલ્લાનો સ્કોર નક્કી કરવામાં આવે છે અને તે મુજબ જિલ્લાઓનું રેન્કીંગ કરવામાં આવે છે. આજની બેઠકમાં પોર્ટલ પરના ડેટાને આધારે તૈયાર કરેલ પાટણ જિલ્લાના DISTRICT SDG REPORT 2.0ની ચર્ચા કરવામાં આવી હતી. જેમાં રાજ્યના પર્ફોમન્સ (પ્રદર્શન) કરતા નબળુ પ્રદર્શન ધરાવતા નિર્દેશકોની હાલની પરિસ્થિતી શું છે અને તેમાં કઈ રીતે સુધારો કરી શકાય તેમજ તે અંગેના નબળા પ્રદર્શનના કારણો સાથેની ઉંડાણપૂર્વક ચર્ચા જિલ્લા કલેક્ટરશ્રીએ સબંધિત વિભાગના અધિકારી સાથે કરી હતી.

આજની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીઁઘ ગુલાટીએ જણાવ્યું હતુ કે, વર્ષ-2030 સુધીમાં સમાન, ન્યાયી અને સુરક્ષિત વિશ્વ બનાવવા માટે સસ્ટેનેબલ ડેવલોપમેન્ટના 17 ગોલના તમામ પરિમાણોને હાંસલ કરવા એ એક મજબૂત અને સાર્વત્રિક કરાર છે. નિરંતર વિકાસના ધ્યેયો લોકો માટે વધુ સારા અને ટકાઉ ભવિષ્યને હાંસલ કરવા માટેનું આયોજન છે. માન.કલેક્ટરશ્રીએ દરેક અમલીકરણ અધિકારીશ્રીઓને પુઅર પર્ફોમન્સ (નબળુ પ્રદર્શન) ધરાવતા નિર્દેશકોનો સુધારો કરવા માટે સરકારશ્રીની યોજનાઓનું સઘન અમલીકરણ કરવા અને યોજનાઓને 126 નિર્દેશકો સાથે મેપ કરીને નિયમિત મોનીટરીંગ કરવા અને ટાર્ગેટ નિયત કરી એક્શન પ્લાન તૈયાર કરવા સુચના આપી હતી.

આજની બેઠકમાં જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટી, જિલ્લા વિકાસ અધિકારીશ્રી ડી.એમ.સોલંકી, જિલ્લા આયોજન અધિકારીશ્રી એસ.એસ.સુથાર તેમજ વિવિધ અધિકારીશ્રીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

જેતપુર તાલુકામાં ગ્રામપંચાયતનો ચૂંટણીજંગ 106 મતદાન મથકો માટે પોલિંગ સ્ટાફ રવાના.

samaysandeshnews

Election: નાગરિકોને મતદાન માટે પ્રોત્સાહિત કરવા આજથી ‘અવસર રથ’ ફરશે

samaysandeshnews

ગરીબ કલ્યાણ મેળામાં બેન્કિંગ લાભાર્થીઓની સમીક્ષા બેઠક કરતા કલેકટરશ્રી અરુણ મહેશ બાબુ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!