Samay Sandesh News
ગુજરાતટોપ ન્યૂઝરાજકોટશહેર

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુલ ઉપસ્થિતિમા રાજકોટ ખાતે ૫ માર્ચે થનારી “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી

રાજકોટ : મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુલ ઉપસ્થિતિમા રાજકોટ ખાતે ૫ માર્ચે થનારી “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી: કલેકટરશ્રીના અધ્યક્ષસ્થાને સમીક્ષા બેઠક યોજાઈ

રાજકોટ તા.૦૩ માર્ચ – મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલની વર્ચ્યુઅલ ઉપસ્થિતિમાં “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ” નિમિત્તે મહિલા અને બાળ વિકાસ વિભાગ, ગાંધીનગર અને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા રાજકોટ ખાતે આગામી તા. ૦૫ માર્ચના રોજ રાજકોટ ઝોન કક્ષાએ “મહિલા સંમેલન”નો કાર્યક્રમ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કાનજી ભૂટા બારોટ રંગમંચ ખાતે સવારે ૦૯: ૩૦ કલાકે યોજાનાર છે, જેના સુચારૂ આયોજન અર્થે કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી ખાતે સમીક્ષા બેઠક યોજાઈ હતી.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram

સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube

મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click

આ બેઠકમાં જિલ્લા મહિલા અને બાળ અધિકારીશ્રી અવની દવેએ પ્રેઝન્ટેશન દ્વારા કાર્યક્રમની રૂપરેખા આપતાં જણાવ્યું હતું કે, “ડીઝીટલ: ઈનોવેશન એન્ડ ટેકનોલોજી ફોર જેન્ડર ઈક્વાલીટી” થીમ સાથે સમગ્ર વિશ્વમા “આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ”ની ઉજવણી થવા જઈ રહી છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મુખ્યમંત્રીશ્રી ભુપેન્દ્રભાઈ પટેલ વર્ચ્યુલ માધ્યમથી જોડાશે. મહિલા સંમેલનમાં ઉદ્યોગ ક્ષેત્રે અગ્રેસર મહિલાઓનું સન્માન, ગંગાસ્વરુપા આર્થિક સહાય યોજનાના લાભાર્થીઓને ચેક/મંજુરી હુકમ વિતરણ, વ્હાલી દિકરી યોજનાના લાભાર્થીઓને કીટ/મંજુરી હુકમ વિતરણ, ત્રણ ઉદ્યમી મહિલાઓનું સન્માન, અન્ય યોજના હેઠળ કીટ વિતરણ સહિતના કાર્યક્રમો યોજાનાર છે.

 

તેઓએ ઉમેર્યું હતું કે, આ કાર્યક્રમમાં મહીલાલક્ષી કલ્યાણકારી યોજનાઓ જેવી કે, ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન, “સખી” વન સ્ટોપ સેન્ટર, બેટી બચાઓ બેટી પઢાઓ, ડિસ્ટ્રિક્ટ પ્રોટેક્શન ચાઇલ્ડ યુનિટ, લીડ બેંક, આંગણવાડી કેન્દ્રમાં આપતા ફૂડ પોષણના સ્ટોલ, ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર, ડિજિટલ લિટરેસી, ડિજિટલ સેફટી અને સિક્યુરિટી, સાયબર સેફટી સહિતની જાણકારી આપતા સ્ટોલ પ્રદર્શિત કરી મહીલાઓને માહિતીગાર કરવામાં આવનાર છે.

જિલ્લા કલેકટરશ્રી અરૂણ મહેશ બાબુએ કાર્યક્રમ માટેની જરૂરી વ્યવસ્થા જેવી કે, આમંત્રણ પત્રિકા, સાંસ્કૃતિક કાર્યક્રમ, બેઠક વ્યવસ્થા, લાઈટિંગ – સાઉન્ડ, ડેકોરેશન, પાણી – ફૂડ પેકેટની વ્યવસ્થા, પરિવહન વ્યવસ્થા, પ્રચાર – પ્રસારની વ્યવસ્થા સહિતની જરૂરી તમામ વ્યવસ્થાની સમીક્ષા કરી જે તે સંબંધિત વિભાગનાં અધિકારીઓને જરૂરી સૂચનો અને માર્ગદર્શન આપી વિગતે ચર્ચા કરી હતી.

આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારીશ્રી દેવ ચૌધરી, અધિક નિવાસી કલેક્ટરશ્રી કે. બી. ઠક્કર, મામલતદારશ્રીઓ, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી શ્રી ડો.નિલેશ રાઠોડ, જિલ્લા યુવા વિકાસ અધિકારીશ્રી હિતેશ દિહોરા, જિલ્લા રમતગમત અધિકારીશ્રી વી. પી. જાડેજા, માર્ગ અને મકાન વિભાગના કાર્યપાલક ઈજનેરશ્રી આર. એ. જાવિયા, આઈ.સી.ડી.એસ પ્રોગ્રામ મેનેજરશ્રી સાવિત્રી નાથજી, દહેજ પ્રતિબંધક અધિકારી સહ રક્ષણ અધિકારીશ્રી સીમાબેન શિંગાળા, જિલ્લા બાળ સુરક્ષા અધિકારશ્રી મિત્સુબેન વ્યાસ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના શ્રી વિરેન્દ્રસિંહ બસિયા સહિત સંલગ્ન તમામ વિભાગના અધિકારીઓ, કર્મચારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

રાજકોટ : નલ સે જલ યોજના” થકી રાજકોટ જિલ્લાના ૫૯૯ ગામમાં ૩૭,૦૩૭ નવા નળ કનેકશન સહિત કુલ ૩,૧૦,૯૧૧ ઘરોમાં પહોંચ્યું પીવાનું શુદ્ધ પાણી

samaysandeshnews

MCX: સપ્તાહ દરમિયાન સોનાના વાયદામાં રૂ.2,400 અને ચાંદીનાવાયદામાં રૂ.2,542નો જંગી ઉછાળોઃ ક્રૂડ તેલમાં રૂ.531ની તેજીનેચરલ ગેસમાં નરમાઈઃ કોટન-ખાંડી, મેન્થા તેલ ઢીલાઃ બિનલોહ ધાતુઓમાં મિશ્ર વલણ

cradmin

પાટણ નગરપાલિકાના કારોબારી ચેરમેનની કુનેહથી પાટણના હાઈવે પરની કન્યા વિદ્યાલયના ભૂગર્ભ ગટરનો પ્રશ્ન ઉકેલાયો

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!