બજાર ભાવ: એમસીએક્સ પર કોટન-ખાંડી વાયદાના ભાવમાં રૂ.280ની નરમાઈઃ મેન્થા તેલના ભાવમાં સુધારો સોના-ચાંદીમાં મિશ્ર વલણઃ ક્રૂડ તેલ રૂ.147 ડાઊનઃ પ્રથમ સત્ર સુધીમાં કોમોડિટી વાયદાઓમાં રૂ.7,068 કરોડ અને ઓપ્શન્સમાં રૂ. 30038 કરોડનું ટર્નઓવરઃ
બુલડેક્સ વાયદામાં રૂ.6 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં બુધવારે પ્રથમ સત્ર સુધીમાં 3,90,817 સોદાઓમાં કુલ રૂ.37,112.67 કરોડનું ટર્નઓવર નોંધાયું
હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.7,067.5 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો રૂ. 30038.8
કરોડનો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 65,438 સોદાઓમાં રૂ.4,106.74 કરોડનાં કામકાજ
થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 10 ગ્રામદીઠ
રૂ.56,237ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.56,631 અને નીચામાં રૂ.56,225 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 વધી રૂ.56,319ના ભાવે પહોંચ્યો હતો. આ સામે ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8
ગ્રામદીઠ રૂ.174 ઘટી રૂ.46,007 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 ગ્રામદીઠ રૂ.4 ઘટી રૂ.5,709ના ભાવે
પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.77 ઘટી રૂ.56,308ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો સત્રની શરૂઆતમાં 1 કિલોદીઠ રૂ.67,024ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.67,550 અને નીચામાં રૂ.66,901 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.40 વધી
રૂ.67,434 ના સ્તરે બોલાઈ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.57 વધી રૂ.67,587 અને ચાંદી-માઈક્રો
નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.49 વધી રૂ.67,618 બોલાઈ રહ્યો હતો.
ક્રાઇમ: જમીન વિવાદમાં ઉત્તર પ્રદેશના વ્યક્તિએ ટ્રેક્ટર ચલાવ્યું, તેની સાથેના બે પોલીસને ઈજા
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં એમસીએક્સ ખાતે 8,986 સોદાઓમાં રૂ.1,086.36 કરોડના વેપાર થયા હતા.
તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.701.00ના ભાવે ખૂલી, રૂ.1.50 ઘટી રૂ.703.30 જ્યારે એલ્યુ મિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ
રૂ.1.40 ઘટી રૂ.207.45 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.187ના ભાવ થયા હતા. જસત ઓક્ટોબર
કોન્ટ્રેક્ટ રૂ.0.05 વધી રૂ.224ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1
કિલોદીઠ રૂ.1.55 ઘટી રૂ.208.05 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.30 વધી રૂ.187.25 જસત-મિની ઓક્ટોબર
વાયદો રૂ.0 કોઈ ફેરફાર વગર રૂ.224 બોલાઈ રહ્યો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર 42,479 સોદાઓમાં રૂ.1,863.3 કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ
તેલ ઓક્ટોબર વાયદો સત્રની શરૂઆતમાં 1 બેરલદીઠ રૂ.7,429ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.7,437
અને નીચામાં રૂ.7,285 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.147 ઘટી રૂ.7,301 બોલાયો હતો, જ્યારે ક્રૂડ
તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.153 ઘટી રૂ.7,292 બોલાઈ રહ્યો હતો. નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1
એમએમબીટીયૂદીઠ રૂ.246ના ભાવે ખૂલી, રૂ.2.80 વધી રૂ.248.40 અને નેચરલ ગેસ-મિની ઓક્ટોબર વાયદો 2.7
વધી 248.5 બોલાઈ રહ્યો હતો.
જામનગર: શહેરના વિવિધ વિસ્તારોમાં વ્યસનમુક્તિના સંદેશા સાથે સાઈકલ રેલીનું આયોજન કરાયું
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે રૂ.11.10 કરોડનાં કામકાજ થયા હતા. કોટન ખાંડી નવેમ્બર
વાયદો સત્રની શરૂઆતમાં 1 ખાંડીદીઠ રૂ.60,300ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.60,360 અને
નીચામાં રૂ.60,000 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.280 ઘટી રૂ.60,120ના સ્તરે પહોંચ્યો હતો. મેન્થા
તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.0.20 વધી રૂ.923.10 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં રૂ.1,639.22 કરોડનાં
2,885.651 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.2,467.52 કરોડનાં 366.419 ટનના વેપાર થયા હતા.
એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.828.68 કરોડનાં 11,27,510 બેરલ તથા નેચરલ
ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.1,034.62 કરોડનાં 4,13,17,500 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં.
બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-મિની વાયદાઓમાં રૂ.107.52 કરોડનાં 5,172 ટન સીસુ
અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.23.99 કરોડનાં 1,284 ટન તાંબાના વાયદાઓમાં રૂ.667.88 કરોડનાં 9,520 ટન
અને જસત તથા જસત-મિની વાયદાઓમાં રૂ.286.97 કરોડનાં 12,831 ટનના વેપાર થયા હતા. કૃષિ
કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં રૂ.2.32 કરોડનાં 384 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.8.78 કરોડનાં 94.68
ટનનાં કામકાજ થયાં હતાં.
ક્રાઇમ: હરિયાણાના વ્યક્તિએ અફેરના કારણે પત્નીની હત્યા કરી, લાશને દાટી દીધી, પછી ‘ગુમ’ ફરિયાદ નોંધાવી
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર પ્રથમ સત્રનાં અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,484.997 કિલો અને
ચાંદીના વિવિધ વાયદાઓમાં 1,483.055 ટન, તાંબાના વાયદાઓમાં 20,077.500 ટન, એલ્યુમિનિયમ અને
એલ્યુમિનિયમ-મિનીમાં 22,940 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,665 ટન તથા જસત અને જસત-મિનીમાં
22,247 ટન, એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 11,55,990 બેરલ તથા નેચરલ ગેસ
અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં 4,07,30,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં
5,568 ખાંડી અને મેન્થા તેલ વાયદામાં 621.36 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર બુલડેક્સ વાયદામાં રૂ.6.37 કરોડનાં 85 લોટનાં કામકાજ
થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 957 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ ઓક્ટોબર વાયદો 14,990
પોઈન્ટ ખૂલી, ઉપરમાં 15,020 અને નીચામાં 14,885 બોલાઈ, 135 પોઈન્ટની મૂવમેન્ટ સાથે 2 પોઈન્ટ વધી
15,005 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ઓપ્શન્સની વાત કરીએ તો, કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર રૂ. 30038.8 કરોડનું નોશનલ
ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 822.62 કરોડ, ચાંદી તથા ચાંદી-
મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 592.33 કરોડનાં કામ થયાં હતાં. એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ
તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ. 26107.33 કરોડ અને નેચરલ ગેસના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.
2501.92 કરોડનાં કામકાજ થયાં હતાં. આ સામે ઓપ્શન્સમાં કુલ પ્રીમિયમ રૂ. 624.82 કરોડનું થયું હતું.
સૌથી વધુ સક્રિય કોન્ટ્રેક્ટ્સમાં કોલ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 બેરલદીઠ રૂ.198.00ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.215.30 અને નીચામાં
રૂ.149.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.61.60 ઘટી રૂ.156.30 થયો હતો, જ્યારે નેચરલ ગેસ
ઓક્ટોબર રૂ.250 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.12 ખૂલી, ઉપરમાં રૂ.13.30
અને નીચામાં રૂ.11.10 રહી, અંતે રૂ.1.70 વધી રૂ.12.95 થયો હતો.
સોનું નવેમ્બર રૂ.58,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.385.50ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.495 અને નીચામાં રૂ.385.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.25.50 વધી
રૂ.481.50 થયો હતો, જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.57,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10
ગ્રામદીઠ રૂ.440 ખૂલી, ઊપરમાં રૂ.494 અને નીચામાં રૂ.411 રહી, અંતે રૂ.3 વધી રૂ.484 થયો હતો.
ચાંદી નવેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,101.00ના ભાવે ખૂલી, રૂ.77
વધી રૂ.1,342.50 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.70,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.1,700.00ના ભાવે ખૂલી, રૂ.71 વધી રૂ.1,421.50 થયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.710 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1.28 ઘટી રૂ.8.02 જસત ઓક્ટોબર રૂ.225 સ્ટ્રાઈક પ્રાઈસવાળો કોલ ઓપ્શન
કોન્ટ્રેક્ટ રૂ.0.63 ઘટી રૂ.3.34 થયો હતો.
આ સામે પુટ ઓપ્શન્સની વાત કરીએ તો ક્રૂડ તેલ ઓક્ટોબર રૂ.7,400 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1
બેરલદીઠ રૂ.174.90ના ભાવે ખૂલી, દિવસ દરમિયાન ઉપરમાં રૂ.258 અને નીચામાં રૂ.171 ના મથાળે અથડાઈ,
પ્રથમ સત્ર સુધીમાં રૂ.84.20 વધી રૂ.248.70 થયો હતો, જ્યારે નેચરલ ગેસ ઓક્ટોબર રૂ.240 સ્ટ્રાઈક પ્રાઈસવાળો
પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 એમએમબીટીયૂદીઠ રૂ.10.85 ખૂલી, ઉપરમાં રૂ.10.85 અને નીચામાં રૂ.9.20 રહી, અંતે રૂ.1
ઘટી રૂ.9.75 થયો હતો.
સોનું નવેમ્બર રૂ.56,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.530.00ના ભાવે ખૂલી, દિવસ
દરમિયાન ઉપરમાં રૂ.575 અને નીચામાં રૂ.507.50 ના મથાળે અથડાઈ, પ્રથમ સત્ર સુધીમાં રૂ.42 વધી રૂ.521.50
થયો હતો, જ્યારે સોનું-મિની ઓક્ટોબર રૂ.56,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 10 ગ્રામદીઠ રૂ.350
ખૂલી, ઊપરમાં રૂ.372 અને નીચામાં રૂ.309 રહી, અંતે રૂ.1.50 વધી રૂ.319 થયો હતો.
ક્રાઇમ: કડોદરામાં 21 વર્ષીય યુવકના અપહરણ બાદ છુટકારો, પોલીસે ત્રણની ધરપકડ કરી
ચાંદી નવેમ્બર રૂ.65,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.1,300.00ના ભાવે ખૂલી, રૂ.16
વધી રૂ.1,278 થયો હતો, જ્યારે ચાંદી-મિની નવેમ્બર રૂ.67,000 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ ઓપ્શન કોન્ટ્રેક્ટ
રૂ.2,150.00ના ભાવે ખૂલી, રૂ.52 વધી રૂ.2,026 થયો હતો. તાંબુ ઓક્ટોબર રૂ.700 સ્ટ્રાઈક પ્રાઈસવાળો પુટ
ઓપ્શન કોન્ટ્રેક્ટ 1 કિલો દીઠ રૂ.0.96 વધી રૂ.8.08 થયો હતો.