Samay Sandesh News
ક્રાઇમ

દહેગામ ગામે રબારી કેડા પાસે પડતર ઢાળિયામાં દારૂની ભઠ્ઠી શરૂ થઇ હોવાની બાતમીના આધારે પોલીસના દરોડા

Crime Story:
દહેગામ ગામે પડતર ઢાળિયામાં મહિલાઓએ દારૂની ભઠ્ઠી શરૂ કરી હતી. ત્યાં ત્રાટકીને પોલીસે ૩૪૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. દહેગામ ગામે રબારી કેડા પાસે પડતર ઢાળિયામાં દારૂની ભઠ્ઠી શરૂ થઇ હોવાની બાતમીના આધારે પોલીસે દરોડો પાડયો હતો જેમાં સુમરીબેન ભીમા ખુંટી અને બોખીરાના દાંડિયારાસ ચોકમાં રહેતા રાણીબેન કરશન ઓડેદરાની ધરપકડ કરવામાં આવી હતી અને પોલીસે ૧૨૦ લીટર આથો, આથાની વાસવાળા છ કેન, દારૂની ત્રીસ કોથળી, ટીનના ડબ્બા, ગેસનો એક બાટલો, એક ચુલ્હો સહિત ૩૪૪૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો. તે ઉપરાંત બરડા ડુંગરના ચંડીયાવાળા નેશમાં રહેતા પાંચા વેજા કોડીયાતરે પણ દારૂની ભઠ્ઠી શરૂ કરી હતી જ્યાં પોલીસે દરોડો પાડતા પાંચો હાજર મળી આવ્યો ન હતો. પોલીસે ત્યાંથી ૧૬૦૦ લીટર આથો, ભરેલા બેરલ, બોયલર બેરલ, ફીલ્ટર બેરલ, પતરાના ડબ્બા, દારૂ ગાળવાની ત્રાંબાની નળી સહિત ૪૫૬૫નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

ખાપટ નાગદેવતાના મંદિર પાસે રહેતા કટુ ભુપત મકવાણાને ૨૮૦ના દારૂ સાથે પકડી લેવામાં આવ્યો છે. બગવદરના રબારી કેડામાં રહેતો ગિરીશ દિનેશ બાલસ હાજર મળી આવ્યો ન હતો.

પોલીસે તેના મકાનના વાડામાંથી દારૂ કબ્જે કર્યો હતો. મોઢવાડાના લીલુબેન ભના મોઢવાડીયાને દારૂની ૪૫ કોથળી સહિત ૯૦૦ના મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવી હતી. સુભાષનગરના દીપક ભીખુ કિશોરને પણ દારૂ સાથે પકડી લેવામાં આવ્યો છે.

Related posts

પાટણ: જુગારનો ગણનાપાત્ર કેશ શોધી કાઢતી શંખેશ્વર પોલીસ

cradmin

કચ્છ : ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ સ્ટેશનમાં અલગ અલગ ગુના કામે કબ્જે કરેલ ભારતીય બનાવટના વિદેશીદારૂના જથ્થાનો નાશ કરતી ગાંધીધામ એ-ડિવીઝન પોલીસ

cradmin

Hit and Run: થરાદમાં ટ્રક ચાલકે માતા-પુત્રને લીધા અડફેટે માતાનું ઘટના સ્થળે મોત તથા પુત્રને સારવાર હેઠળ ખસેડવામાં આવ્યો.

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!