પાટણ : પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર દુનાવાડાની મુલાકાત લેતા જિલ્લા કલેક્ટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટી: જિલ્લા કલેક્ટરશ્રીએ રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત થતી કામગીરીનું કર્યું નિરીક્ષણ
પાટણ જિલ્લાના દુનાવાડા ખાતે ચાલી રહેલા રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમનું જિલ્લા કલેકટરશ્રી સુપ્રિતસીંઘ ગુલાટી દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. જેમાં 30 વર્ષ કે તેથી વધુ વયના આંખની ખામી ધરાવતા 70 જેટલા લોકોનું સ્ક્રીનીંગ કરી બંને આંખે ઓછું દેખતા લોકોને આશાઓ દ્વારા ઈ- ચાર્ટથી પ્રાથમિક તાપસ કરી પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ભરતી કરવામાં આવ્યા હતા. ત્યાર બાદ મેડિકલ ઓફિસરશ્રી દ્વારા સ્ક્રીનિંગ કરી 41 દર્દીઓને વધુ તપાસ અર્થે (CHC) હારીજ ખાતે ઓપ્થોલ્મિક આસિસ્ટન્ટ પાસે રીફર કરવામાં આવ્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
રાષ્ટ્રીય અંધત્વ નિવારણ કાર્યક્રમ અંતર્ગત પાટણ જિલ્લામાં 30 વર્ષ કે તેથી વધુ ઉંમરના તમામ વ્યક્તિઓનું સ્ક્રીનીંગ કરીને બંને આંખે ઓછુ દેખાતુ હોય તેવા વ્યક્તિઓની આશાઓ દ્વારા ઈ-ચાર્ટ મારફતે પ્રાથમિક તપાસ કરીને બંને આંખે ન દેખાતુ હોય તેવા વ્યક્તિઓને પ્રાથમિક કેન્દ્ર ખાતે રીફર કરવામાં આવે છે. જ્યાં મેડીકલ ઓફિસરશ્રી દ્વારા સ્ક્રીનીંગ કરી તે દર્દીઓને વધુ તપાસ માટે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ઓપ્થોલ્મિક આસીસ્ટન્ટ પાસે રીફર કરવામાં આવે છે. આ રીતે જેઓને આંખની સર્જરીની જરૂર હોય તેવા દર્દીઓને હોસ્પિટલ ખાતે આંખ સર્જન પાસે રીફર કરવામાં આવે છે. જિલ્લા કલેક્ટરશ્રી દ્વારા દુનાવાડા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રની મુલાકાત લેવામાં આવી ત્યારે મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી, તાલુકા હેલ્થ ઓફિસરશ્રી- હારીજ, અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર-દુનાવાડાનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો.