Election: નવા સિકયોરીટી ફીચર્સવાળા ચૂંટણી કાર્ડની પોસ્ટ વિભાગ દ્વારા વિતરણ કામગીરી શરૂ

Election: નવા સિકયોરીટી ફીચર્સવાળા ચૂંટણી કાર્ડની પોસ્ટ વિભાગ દ્વારા વિતરણ કામગીરી શરૂ: મતદારયાદી સુધારણા બાદ મંજૂર થયેલ ૪૩,૪૩૮ ચૂંટણી કાર્ડ મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા પોસ્ટ વિભાગને સુપરત કરાયાં.  ભારતના ચૂંટણી પંચ, ન્યુ દિલ્હી તથા મુખ્ય નિર્વાચન અઘિકારીશ્રી, ગુજરાત રાજય દ્વારા થઈ આવેલ સૂચનાનુસાર મતદારોના ચૂંટણી કાર્ડના જુના પીવીસી કાર્ડની જગ્યાએ નવા સિકયોરીટી ફીચર્સવાળા ચૂંટણી કાર્ડની ડિઝાઈન નકકી કરવામાં આવેલ છે.

જે અન્વયે મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા-૨૦૨૨ (ખાસ ઝુંબેશના રવિવાર સહિત) તા.૧૨/૦૯/૨૦૨૨ થી તા.૧૪/૧૦/૨૦૨૨ દરમ્યાન મતદારયાદી સુધારણાના મળેલ તથા મંજૂર થયેલ તમામ ફોર્મ્સ માટેના કુલ- ૪૩,૪૩૮ ચૂંટણી કાર્ડ સંબંધિત મતદાર નોંધણી અધિકારીશ્રીની કચેરીઓ દ્વારા પોસ્ટ વિભાગને સુપરત કરવામાં આવેલ છે.

ઉકત તમામ ચૂંટણી કાર્ડ સંબંધિત અરજદારને પોસ્ટ વિભાગ દ્વારા સ્પીડ પોસ્ટ મારફત ઘર બેઠાં મળી રહેશે. જેની જામનગર જિલ્લાના તમામ મતદારોએ નોંધ લેવી. વઘુમાં, મતદારયાદીમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવા આપ Voter Helpline Moblie Appથી, www.nvsp.in તથા www.voterportal.eci.gov.in વેબસાઈટ દ્વારા ઘરબેઠાં ઓનલાઈન જ ફોર્મ ભરી શકો છો. મુખ્ય નિર્વાચન અધિકારીશ્રી, ગુજરાત રાજયની ઓફીસીયલ વેબસાઈટ https://ceo.gujarat.gov.in/ પરથી આપ મતદારયાદીમાં આપનું નામ તથા વિગતો, મતદાન મથકોની વિગતો તેમજ મતદારયાદી લગત અન્ય તમામ વિગતો જાણી શકો છો. મતદારયાદી લગત અન્ય કોઈ સમસ્યા માટે આપ ટોલ ફ્રી નંબર ૧૯૫૦ ઉપર પણ સંપર્ક કરી શકો છો.
ચૂંટણી કાર્ડ તેમજ મતદારયાદીને લગત તમામ માહિતીની નિયમિત જાણકારી મેળવવા આપ જિલ્લા ચૂંટણી અધિકારી અને કલેકટરશ્રી, જામનગરના ફેસબુક પેજ, ટવિટર એકાઉન્ટ અને ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ (DeoJamnagar) ને પણ ફોલો કરવા નાયબ જિલ્લા ચૂંટણી અધિકારીશ્રી જામનગર દ્વારા જણાવાયું છે.

Whatsapp Channel

Join Our Whatsapp Channel

Download Our App

Share this post:

હજુ વધુ સમાચાર છે...

ક્રિકેટ સ્કોર
હવામાન અપડેટ
રાશિફળ