માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડનું ભુજ ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરાયું: ભુજ ભારતના માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી જગદીપ ધનખડનું ભુજ એરફોર્સ સ્ટેશન ખાતે આગમન થતા ઉષ્માભર્યું સ્વાગત કરવામાં આવ્યું હતું.
માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી સાથે માનનીય લેડી વાઈસ પ્રેસિડેન્ટ શ્રીમતિ સુદેશ ધનખડ પણ કચ્છના પ્રવાસે પધાર્યા છે.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- Facebook Page
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- Instagram
સબસ્ક્રાઈબ કરો અમારી યૂ ટ્યૂબ ચેનલ :- You Tube
મહત્વના સમાચારો આપના મોબાઇલમા મેળવવા માટે જોડાઓ અમારા વોટ્સએપ ગ્રૂપમાં:- Click
મહાનુભાવોનું પ્રોટોકોલ મંત્રી સાંસદશ્રી વિનોદભાઈ ચાવડા, ગ્રુપ કેપ્ટન એરફોર્સ સ્ટેશન શ્રી એસ.કે. સિંઘ, ભુજ નગરપાલિકા પ્રમુખશ્રી ઘનશ્યામભાઈ ઠક્કર, જિલ્લા વિકાસ અધિકારી શ્રી ભવ્ય વર્મા, પૂર્વ કચ્છ પોલીસ અધિક્ષક શ્રી મહેન્દ્ર બગડીયા અને અંજાર પ્રાંત અધિકારીશ્રી મેહુલ દેસાઈ ઉપસ્થિત રહ્યા હતા. ઉલ્લેખનીય છે કે, માનનીય ઉપરાષ્ટ્રપતિ શ્રી આજે ધોરડો સફેદ રણની મુલાકાત લઈને સાંસ્કૃતિક કાર્યક્રમમાં હાજરી આપશે. ૧૯ ફેબ્રુઆરીના રોજ તેઓ વૈશ્વિક ધરોહર હડપ્પપન સાઈટ ધોળાવીરાની મુલાકાત લેશે. ગૌતમ પરમાર