બજાર ભાવ: સપ્ટેમ્બર મહિનામાં સોનાના વાયદાના ભાવમાં રૂ.2,269 અને ચાંદીમાં રૂ.5,825નો કડાકોઃ ક્રૂડ તેલમાં રૂ.714ની વૃદ્ધિ: નેચરલ ગેસ, મેન્થા તેલમાં નરમાઈનો માહોલઃ કોટન-ખાંડીમાં સુધારોઃ મહિના દરમિયાન કોમોડિટી વાયદાઓમાં રૂ.4,14,923 કરોડ અને ઓપ્શન્સમાં રૂ.20,16,478 કરોડનું ટર્નઓવર.
બુલડેક્સ વાયદામાં રૂ.575 કરોડનાં કામકાજ
મુંબઈઃ દેશના અગ્રણી કોમોડિટી ડેરિવેટિવ્ઝ એક્સચેન્જ એમસીએક્સ પર વિવિધ કોમોડિટી વાયદા, ઓપ્શન્સ અને
ઈન્ડેક્સ ફ્યુચર્સમાં સપ્ટેમ્બર મહિના દરમિયાન 259,50,524 સોદાઓમાં કુલ રૂ.24,31,976.81 કરોડનું ટર્નઓવર
નોંધાયું હતું, જેમાં કોમોડિટી વાયદાનાં કામકાજનો હિસ્સો રૂ.4,14,923.4 કરોડનો અને ઓપ્શન્સનો હિસ્સો
રૂ.2016478.67 કરોડનો હતો.
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
સમીક્ષા હેઠળના મહિના દરમિયાન, કીમતી ધાતુઓના વાયદાઓમાં સોના-ચાંદીમાં એમસીએક્સ પર 35,28,904
સોદાઓમાં રૂ.2,44,305.6 કરોડનાં કામકાજ થયાં હતાં. સોનાના વાયદાઓમાં એમસીએક્સ સોનું ઓક્ટોબર વાયદો
મહિનાના પ્રારંભે 10 ગ્રામદીઠ રૂ.59,296ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.59,665 અને
નીચામાં રૂ.57,026 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.2,269 ઘટી રૂ.57,105ના ભાવે પહોંચ્યો હતો. આ સામે
ગોલ્ડ-ગિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 8 ગ્રામદીઠ રૂ.1,363 ઘટી રૂ.46,766 અને ગોલ્ડ-પેટલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1
ગ્રામદીઠ રૂ.168 ઘટી રૂ.5,777ના ભાવે પહોંચ્યો હતો. સોનું-મિની ઓક્ટોબર વાયદો 10 ગ્રામદીઠ રૂ.2,307 ઘટી
રૂ.57,061ના સ્તરે પહોંચ્યો હતો.
ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર વાયદો મહિનાના પ્રારંભે 1 કિલોદીઠ રૂ.75,748ના ભાવે ખૂલી, મહિના
દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.76,614 અને નીચામાં રૂ.69,754 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.5,825 ઘટી
રૂ.69,857 ના સ્તરે ના સ્તરે બંધ થયો હતો. ચાંદી-મિની નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5,634 ઘટી રૂ.69,995 અને ચાંદી-
માઈક્રો નવેમ્બર કોન્ટ્રેક્ટ રૂ.5,599 ઘટી રૂ.70,021 ના સ્તરે બંધ થયો હતો.
બિનલોહ ધાતુઓના વાયદાઓમાં મહિના દરમિયાન એમસીએક્સ ખાતે 3,91,700 સોદાઓમાં રૂ.43,944.75
કરોડના વેપાર થયા હતા. તાંબુ ઓક્ટોબર વાયદો રૂ.738.90ના ભાવે ખૂલી, રૂ.14.25 ઘટી રૂ.722.45 જ્યારે
એલ્યુમિનિયમ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.9.00 વધી રૂ.211.95 તેમ જ સીસું ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.35 વધી રૂ.188ના
ભાવ થયા હતા. જસત ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.13.45 વધી રૂ.232ના ભાવ થયા હતા. મિની વાયદાઓમાં
એલ્યુમિનિયમ-મિની ઓક્ટોબર વાયદો 1 કિલોદીઠ રૂ.9.25 વધી રૂ.212.10 સીસુ-મિની ઓક્ટોબર કોન્ટ્રેક્ટ રૂ.0.55
વધી રૂ.188.10 જસત-મિની ઓક્ટોબર વાયદો રૂ.13.50 વધી રૂ.231.90 ના સ્તરે બંધ થયો હતો.
એનર્જી સેગમેન્ટના વાયદાઓમાં એમસીએક્સ પર મહિના દરમિયાન 30,27,471 સોદાઓમાં રૂ.1,26,223.31
કરોડનો ધંધો થયો હતો. ક્રૂડ તેલ ઓક્ટોબર વાયદો મહિનાના પ્રારંભે 1 બેરલદીઠ રૂ.6,864ના ભાવે ખૂલી, મહિના
દરમિયાન ઈન્ટ્રા-ડેમાં ઉપરમાં રૂ.7,884 અને નીચામાં રૂ.6,864 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.714 વધી
રૂ.7,542 બોલાયો હતો, જ્યારે ક્રૂડ તેલ-મિની ઓક્ટોબર વાયદો રૂ.722 વધી રૂ.7,540 ના સ્તરે બંધ થયો હતો.
નેચરલ ગેસ ઓક્ટોબર વાયદો 1 એમએમબીટીયૂદીઠ રૂ.261ના ભાવે ખૂલી, રૂ.16.60 ઘટી રૂ.245.90 અને નેચરલ
ગેસ-મિની ઓક્ટોબર વાયદો 16.5 ઘટી 246 ના સ્તરે બંધ થયો હતો.
કૃષિ કોમોડિટીઝના વાયદાઓમાં એમસીએક્સ ખાતે મહિના દરમિયાન રૂ.449.74 કરોડનાં કામકાજ થયા હતા.
કોટન ખાંડી નવેમ્બર વાયદો મહિનાના પ્રારંભે 1 ખાંડીદીઠ રૂ.60,220ના ભાવે ખૂલી, મહિના દરમિયાન ઈન્ટ્રા-ડેમાં
ઉપરમાં રૂ.62,000 અને નીચામાં રૂ.59,360 ના સ્તરને સ્પર્શી, મહિનાનાં અંતે રૂ.840 વધી રૂ.60,780ના સ્તરે
પહોંચ્યો હતો. મેન્થા તેલ ઓક્ટોબર કોન્ટ્રેક્ટ 1 કિલોદીઠ રૂ.120.10 ઘટી રૂ.926.50 બોલાયો હતો.
કામકાજની દૃષ્ટિએ એમસીએક્સ પર મહિના દરમિયાન કીમતી ધાતુઓમાં સોનાના વિવિધ વાયદાઓમાં
રૂ.82,752.84 કરોડનાં 1,40,736.030 કિલો અને ચાદીના વિવિધ વાયદાઓમાં રૂ.1,61,552.76 કરોડનાં
22,320.917 ટનના વેપાર થયા હતા. એનર્જી સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં રૂ.42,812.24
કરોડનાં 5,77,15,520 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની વાયદાઓમાં રૂ.83,411.07 કરોડનાં
3,61,96,33,750 એમએમબીટીયૂ નાં કામ થયાં હતાં. બિનલોહ ધાતુઓમાં એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-
મિની વાયદાઓમાં રૂ.5,267.90 કરોડનાં 2,57,976 ટન સીસુ અને સીસુ-મિની વાયદાઓમાં રૂ.1,631.50 કરોડનાં
86,798 ટન તાંબાના વાયદાઓમાં રૂ.23,179.12 કરોડનાં 3,19,060 ટન અને જસત તથા જસત-મિની
વાયદાઓમાં રૂ.13,866.23 કરોડનાં 6,20,806 ટનના વેપાર થયા હતા. કૃષિ કોમોડિટીઝમાં કોટન ખાંડી વાયદામાં
રૂ.65.21 કરોડનાં 10,704 ખાંડી મેન્થા તેલ વાયદામાં રૂ.384.53 કરોડનાં 4008.96 ટનનાં કામકાજ થયાં હતાં.
ઓપન ઈન્ટરેસ્ટ એમસીએક્સ પર મહિનાના અંતે સોનાના વિવિધ વાયદાઓમાં 19,431.854 કિલો અને ચાંદીના
વિવિધ વાયદાઓમાં 1,248.978 ટન, તાંબાના વાયદાઓમાં 16,235 ટન, એલ્યુમિનિયમ અને એલ્યુમિનિયમ-
મિનીમાં 26,079 ટન, સીસુ અને સીસુ-મિનીમાં 2,351 ટન તથા જસત અને જસત-મિનીમાં 35,720 ટન, એનર્જી
સેગમેન્ટમાં ક્રૂડ તેલ અને ક્રૂડ તેલ-મિની વાયદાઓમાં 9,85,740 બેરલ તથા નેચરલ ગેસ અને નેચરલ ગેસ-મિની
વાયદાઓમાં 3,81,23,750 એમએમબીટીયૂ, કૃષિ કોમોડિટીઝમાં કોટન-ખાંડી વાયદામાં 5,760 ખાંડી અને મેન્થા
તેલ વાયદામાં 650.16 ટનના સ્તરે રહ્યો હતો.
ઈન્ડેક્સ ફ્યુચર્સની વાત કરીએ તો, એમસીએક્સ પર મહિના દરમિયાન બુલડેક્સ વાયદામાં રૂ.574.74 કરોડનાં
7316 લોટનાં કામકાજ થયાં હતાં. ઓપન ઈન્ટરેસ્ટ બુલડેક્સ વાયદામાં 883 લોટના સ્તરે રહ્યો હતો. બુલડેક્સ
ઓક્ટોબર વાયદો 16,030 પોઈન્ટ ખૂલી, ઉપરમાં 16,387 અને નીચામાં 15,252 બોલાઈ, 1135 પોઈન્ટની
મૂવમેન્ટ સાથે 908 પોઈન્ટ ઘટી 15,265 પોઈન્ટના સ્તરે પહોંચ્યો હતો.
ક્રાઇમ: ભીલવાડામાં ન્યુમોનિયાની સારવારના નામે નવજાત શિશુને ગરમ સળિયા વડે બ્રેનડેડ કરવામાં આવ્યું
ઓપ્શન્સની વાત કરીએ તો, મહિના દરમિયાન કોમોડિટી વાયદા પરના ઓપ્શન્સમાં એમસીએક્સ પર
રૂ.2016478.67 કરોડનું નોશનલ ટર્નઓવર નોંધાયું હતું. સોનું તથા સોનું-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં
રૂ.125807.77 કરોડ, ચાંદી તથા ચાંદી-મિનીના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.33383.07 કરોડનાં કામ થયાં હતાં.
એનર્જી સેગમેન્ટના ઓપ્શન્સમાં ક્રૂડ તેલના કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.1595334.79 કરોડ અને નેચરલ ગેસના
કોલ અને પુટ ઓપ્શન્સમાં રૂ.261398.49 કરોડનાં કામકાજ થયાં હતાં.