ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત વસંતગીરી દ્રારા લખાયેલ વશિયતનામથી મહેશગીરીની મુશ્કેલીમાં વધારો થયો છે.
સતત વિવાદમાં રહેલ મહેશગીરી સામે સવાલ ગિરીશ કોટેચાએ સવાલ ઉઠાવતા કહ્યું કે વ્યાસભુવન એટલે કે મારા ઘરની જગ્યા અંગે તારી પાસે પુરાવા હોય તો કોર્ટમાં આવી શકે છે.
ભૂતનાથ મહાદેવ મંદિરના મહંત તરીકે દાવેદાર બનનાર અને અત્યાર સુધી ભૂગર્ભમાં રહેનાર શિવગીરીનાં રજૂ થયેલ વસિયતનામાંથી જૂનાગઢનાં ભૂતનાથ મંદિરની ગાદી પણ હાલ વિવાદમાં આવી છે.
સૌપ્રથમ ધનસુખ ગીરીબાપુ ના દેહાંત પછી એક પછી એક વિવાદો વક્રી રહ્યા છે ત્યારે સૌ પ્રથમ ભીડભંજન મહાદેવ મંદિર ની જગ્યા નો વિવાદથી શરુઆત થયેલ હતી અને ત્યાર બાદ અંબાજી મંદિર અને દત શિખર પર આવેલ ગુરુ દત્તાત્રેયની જગ્યા સરકાર દ્વારા હસ્તગત થયેલ અને આ વિવાદમાં અલ્પવિરામ મૂકવામાં આવ્યું હતું ત્યાં ભવનાથ મંદિરનો વિવાદ અને ભાજપના અમિત શાહ સહિત અનેક લોકો પર આક્ષેપ કરતો પત્ર મહેશગીરી દ્વારા રજૂ કરતાં વિવાદ વકર્યો હતો તેમાં પણ અધૂરામાં પૂરું આ વિવાદમાં ગિરીશ કોટેચા દ્વારા મિડીયા સમક્ષ પ્રતિક્રિયા અપાતા સાધુ સંતોના વિવાદમાં રાજકિય પ્રવેશ થયો અને એક પછી એક સામ સામે શાબ્દિક પ્રહારો કરવામાં આવ્યા હતા..
તાજેતરમાં ગિરીશ કોટેચા દ્વારા રાજકોટ ખાતે પ્રેસ કોન્ફરન્સમાં મહેશગીર અને ભૂતનાથ મહાદેવ મંદીરની જગ્યાને લઈને નવો વણાંક અપાયો છે ત્યારે મહેશગીરી દ્વારા એક વિડ્યો વાયરલ કરવામાં આવ્યો હતો.
જોકે મહેશગીરી દ્વારા વિડ્યો ધર્મ અને સત્યની લડાઈ હોવાનું જણાવ્યું હતું અને ખાસ કરીને ધર્મની જગ્યા પચવા માટેના આક્ષેપો ગિરીશ કોટેચા પર કર્યા હતા વિશેષમાં ગિરીશ કોટેચા માનસિક સ્વસ્થ ન હોય તેવા શાબ્દિક પ્રહારો કર્યા છે જેને લઇને ગિરીશ કોટેચા પણ ભડક્યા હતા અને મહેશગિરીને ચેલેન્જ આપી છે કે તારો સમય તું કે એ તારીખ ચાલો દ્રોણેશ્વર જાહેરમાં ચર્ચા કરીએ. તેમજ શ્રી શ્રી રવિશંકર સાથેના મહેશગીરીનાં સબંધોને લઈને પણ આકારા પ્રહાર કર્યો છે.
જો કે ગિરીશ કોટેચા દ્વારા બીજી વખત ચેલેન્જ આપી છે પરંતુ પત્રકારને ચેલેન્જ આપનાર અને તરત જ ઉકળી ઉઠતા મહેશગીરીનાં પેટનું પાણી પણ કેમ નહિ હલતું હોય તેવા પણ બુદ્ધિજીવી વર્ગમાં સવાલો ઉઠી રહ્યા છે.