જામનગર: જેએમસીના ઢોરવાડામાં 9 મહિના દરમિયાન 900થી વધુ પશુઓના મોત: પશુઓને પૂરતો આહાર મળતો ન હોવાનો વિપક્ષી નેતા સહિતના સભ્યોએ કર્યો ચોંકાવનારો આરોપ…
લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:- ફેસબુક પેજ
ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :- ઇન્સ્ટાગ્રામ
સબસ્ક્રાઈબ કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :- યુ ટ્યુબ
અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે :- ક્લિક કરો
જામનગર મહાપાલિકા સંચાલિત રણજીતસાગરના ઢોરવાડામાં ગઇકાલે એક વાછરડું મૃત હાલતમાં મળી આવ્યું હતું, ઢોરના ડબ્બામાં પશુઓની સાચવણી કરવામાં આવતી નથી, તેમને પૂરતો ખોરાક પણ આપવામાં આવતો નથી, એવો આક્ષેપ વિપક્ષી
નેતા ધવલ નંદા અને કોંગ્રેસી સભ્યોએ કર્યો છે, ગઇકાલે બપોરે રણજીતસાગર ઢોરવાડાની ઓચિંતી મુલાકાત લઇને જાણકારી મેળવી હતી, ત્યારે જ ઢોરના ડબ્બામાં એક વાછરડું મૃત હાલતમાં મળી આવ્યું હતું, જાન્યુઆરથી સપ્ટેમ્બર સુધીમાં નવ મહિનામાં 986 પશુઓના મોત થયા છે.
વિપક્ષી સભ્યોએ ગઇકાલે ઢોરવાડાની મુલાકાત લઇને ગઇકાલે જણાવ્યું હતું કે, આ ઢોરવાડામાં સરેરાશ દરરોજ ત્રણ પશુઓના મોત થાય છે, મુંગા પશુઓને પૂરતો ખોરાક મળતો નથી, પશુઓ પણ સુરક્ષિત નથી, જાન્યુઆરીમાં 191, ફેબ્રુઆરીમાં 147, માર્ચમાં 86, એપ્રિલમાં 47, મે માં 97, જુનમાં 103, જુલાઇમાં 194, ઓગષ્ટમાં 100, સપ્ટેમ્બરમાં 16, ઓકટોબરની તા. 17 સુધીમાં 3 પશુઓના મોત થયા છે.
ઢોરવાડામાં સફાઇનો અભાવ હોવાનું ખુલ્યું છે, એટલું જ નહીં ઢોર ડબ્બામાં વધુ ઢોરને રાખવામાં આવતા હોવાથી તેમજ પીવાના પાણીની વ્યવસ્થા સારી ન હોવાનું પણ વિપક્ષી સભ્યોએ જણાવ્યું હતું, ગઇકાલે ચેકીંગમાં વિપક્ષી નેતા ધવલ નંદા, કોર્પોરેટર રચના નંદાણીયા, જૈનબ ખફી, આનંદ ગોહિલ, પાર્થ પટેલ, સાજીદ બ્લોચ સહિતના સભ્યો હાજર રહ્યા હતા.