Samay Sandesh News
General Newsindiaગુજરાતટોપ ન્યૂઝ

ગુજરાત: પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં “એક તારીખ, એક કલાક” મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે

ગુજરાત: પૂજ્ય મહાત્મા ગાંધીજીની જન્મ જયંતી નિમિત્તે રાજ્યભરમાં “એક તારીખ, એક કલાક” મંત્ર સાથે સ્વચ્છતા શ્રમદાન કાર્યક્રમો યોજાશે:ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ઘાટલોડિયા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો સહિત જન પ્રતિનિધિઓ વિવિધ સ્થળો એ એક કલાક માટે શ્રમદાન કરશે.
શ્રમદાન કાર્યક્રમમાં ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ પહેલને પ્રોત્સાહિત કરાશે.
સમગ્ર દેશમાં ૧લી ઓક્ટોબરે સવારના ૧૦ થી ૧૧ એક કલાકના સમયગાળા દરમિયાન સ્વચ્છતા ક્ષેત્રે નવો ઇતિહાસ રચાશે. ગુજરાત રાજ્ય પણ આ ઐતિહાસિક કલાકમાં હરહંમેશની જેમ પોતાનો સિંહફાળો આપશે, તેમ ગ્રામ વિકાસ મંત્રી શ્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું. તેમણે ઉમેર્યું કે, મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ નિમિત્તે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ આરંભેલા સ્વચ્છ ભારત મિશનની જનભાગીદારી થકી ઐતિહાસિક ઉજવણી કરાશે.

લાઈક અને ફોલો કરો અમારું ફેસબુક પેજ:-     ફેસબુક પેજ

ફોલો કરો અમારું ઇન્સ્ટાગ્રામ પેજ :-     ઇન્સ્ટાગ્રામ

સબસ્ક્રાઈબ  કરો અમારી યુ ટ્યૂબ ચેનલ :-     યુ ટ્યુબ

અમારા વોટ્સએપ ગ્રુપમાં જોડાવા માટે   :-    ક્લિક કરો

મંત્રી શ્રી પટેલે ઉમેર્યું હતું કે, રાજ્યના દરેક શહેર અને ગામડાઓમાં નિત્ય સ્વચ્છતાની ગુંજ ફેલાવવા રાજ્યભરમાં ૧લી ઓક્ટોબરે “એક તારીખ, એક કલાક” સૂત્ર સાથે મહાશ્રમદાન કાર્યક્રમોનું આયોજન કરવામાં આવશે. જેમાં રાષ્ટ્રીય સ્તરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી સહિતના જનપ્રતિનિધિ ઓ અને રાજ્ય કક્ષાએ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અમદાવાદના ધાટલોડિયા ખાતે તથા રાજ્ય મંત્રી મંડળના સભ્યો એક કલાક માટે શ્રમદાન કરશે. સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ હેઠળ રાજ્યના તમામ ગામડાઓમાં પણ વિવિધ પદાધિકારીઓની આગેવાની હેઠણ મહત્તમ લોક ભાગીદારી સાથે મહાશ્રમદાનનું આયોજન કરવામાં આવ્યું છે.
શ્રમદાનનાં અંતમાં એકત્રિત થયેલા કચરાના વૈજ્ઞાનિક ઢબે નિકાલ માટે સેગ્રીગેશન શેડ, MRF જેવા યોગ્ય સ્થળ સુધી પહોંચાડવા માટે પણ પૂર્વ આયોજન કરાયું છે. આ સંપૂર્ણ શ્રમદાન ‘સિંગલ યુઝ પ્લાસ્ટિક ફ્રી’ અને ‘ઝીરો વેસ્ટ’ પહેલને પ્રોત્સાહિત કરશે. શ્રમદાન માટે સ્વચ્છતા હી સેવા પોર્ટલ પર રાજ્યભરમાં ૩૦,૦૦૦ જેટલા કાર્યક્રમોની નોંધણી થઈ છે, જેમાં આશરે ૨૫ લાખ જેટલા લોકો એક સાથે જોડાઈને એ સાથે શ્રમદાન કરશે, તેમ મંત્રીશ્રીએ ઉમેર્યું હતું.
મંત્રી શ્રી પટેલે જણાવ્યું હતું કે, મહાત્મા ગાંધીજીની જન્મજયંતિને સ્વચ્છતાના જન આંદોલન થકી ઉજવવા સ્વચ્છ ભારત મિશન-ગ્રામીણ અને શહેરી દ્વારા સંયુક્ત રીતે ૧૫મી સપ્ટેમ્બરથી ૧૫મી ઑક્ટોબર દરમિયાન “સ્વચ્છતા હી સેવા” કાર્યક્રમની ઉજવણી કરવામાં આવી રહી છે. જે અંતર્ગત રાજ્યના ગ્રામીણ વિસ્તારોમાં ૨૯ સપ્ટેમ્બર સુધીમાં કુલ ૧.૨૪ લાખ જેટલી પ્રવૃત્તિઓ પૂર્ણ કરવામાં આવી છે, જેમાં આશરે ૨.૫૪ કરોડ ગ્રામજનોએ ભાગ લીધો છે. આશરે એક લાખથી વધુ સંખીમંડળના ૮.૨૪ લાખ સભ્યોએ આજ સુધીમાં ૨૦.૮૭ લાખ કલાકનું શ્રમદાન કર્યુ છે.
આ ઉપરાંત સ્વચ્છતા હી સેવા ઝુંબેશ હેઠળ રાજ્યના અંદાજીત ૧૧,૦૦૦ ‘’બ્લેક સ્પોટ’’ ખાતે વ્યાપક સફાઈ હાથ ધરવામાં આવી છે. આંતરરાષ્ટ્રીય પ્રવાસન દિવસના રોજ પણ રાજ્યના ૧૪ મુખ્ય પ્રવાસન સ્થળોએ સાફસફાઈ કરી, “Travel Life“ અભિયાન કાર્યરત કરવામાં આવ્યું હતું, જેમાં ૨૦૦૦થી વધુ ગ્રામજનો ભાગીદાર બન્યા હતા. સ્વચ્છતા કામદારો અને સફાઇ મિત્રોની સુખાકારી નક્કી કરવા માટે ૮૦૦૦થી વધુ આરોગ્ય તપાસ તથા શિબિરોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ અભિયાન અંતર્ગત શાળા-કોલેજોના ૧૦.૪૪ લાખથી વધુ વિધાર્થીઓની ઉત્સાહભેર ભાગીદારી જોવા મળી છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલે પણ “સ્વચ્છતા હી સેવા ૨૦૨૩” અભિયાન અંતર્ગત પ્રેરણારૂપી સંદેશ પાઠવી, સ્વચ્છતા અંગેની ઝુંબેશમાં સક્રિય થઈ સહયોગ આપવા તેમજ સ્વચ્છ, સ્વસ્થ અને નિર્મળ ગુજરાતના નિર્માણ માટે સમગ્ર રાજ્યના નાગરીકોને આ ભગીરથ કાર્યમાં સહભાગી થવા આહવાન કર્યું હતું.

Related posts

જામનગર અને કાલાવડમાં ખોડલધામના ચેરમેન નરેશ પટેલનું ભવ્ય સ્વાગત કરાયું

samaysandeshnews

જામનગર જિલ્લા કલેકટર શ્રી મારફત મુખ્યમંત્રીશ્રી અને ગૃહમંત્રીશ્રીને આવેદનપત્ર આપી યુવરાજસિંહ પર લાગેલ 307 અને 332 કલમો હેઠળ દાખલ થયેલ કેસ પરત ખેચવા ઉગ્ર રજુવાત કરવામાં આવી

samaysandeshnews

હળવદના ટીકરમા વિજવાયર તુટી પડતા પાંચ વીઘાનો પાક બળીને ખાખ

samaysandeshnews

Leave a Comment

error: Content is protected !!