ગોંડલ સરકારી હોસ્પિટલમાં રામરાજ નથી પણ બેદરકારી રાજ: યુવા અગ્રણી કુલદીપસિંહ જાડેજાની આરોગ્ય મંત્રી સમક્ષ લિખિત રજૂઆત
રાજકોટ જિલ્લાના ગોંડલ પંથકમાં આવેલી સરકારી હોસ્પિટલ સામે વારંવાર ગંભીર બેદરકારીના આક્ષેપ થતા રહ્યા છે. હાલની ઘટના એવી છે કે હોસ્પિટલના નિયમો, વહીવટી પદ્ધતિઓ અને સ્ટાફના અણઉતરના વર્તન સામે ગુસ્સે ભરાયેલા સ્થાનિક યુવા અગ્રણી શ્રી કુલદીપસિંહ જાડેજાએ રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશભાઈ પટેલને લેખિતમાં રજૂઆત કરી છે. રજૂઆતમાં જણાવાયું છે કે સરકારી હોસ્પિટલના વહીવટદાર અધિકારીઓ જાણે…