ડ્રોન દ્વારા બીજ વિસર્જનથી પર્વતોમાં હરિયાળી લાવવાનો પ્રયાસ: શહેરાના કોઠા ગામે “સીડબોલ ફોર ગ્રીન વોલ” અભિયાન અંતર્ગત અનોખું વાવેતર
ગુજરાત રાજ્યમાં વર્તમાન શાસન હેઠળ પર્યાવરણ જાગૃતિ અને વન વિસ્તાર વધારવા માટે જુદાજુદા પ્રયાસો થઇ રહ્યા છે. તે જ શ્રેણી હેઠળ ‘સીડબોલ ફોર ગ્રીન વોલ’ અભિયાનનો વધુ એક પડાવ આજે શહેરા તાલુકાના કોઠા ગામે જોવા મળ્યો હતો, જ્યાં વિધાનસભાના ઉપાધ્યક્ષ જેઠાભાઈ ભરવાડના હસ્તે ડ્રોન ટેકનોલોજી દ્વારા જુદા જુદા વૃક્ષોના બીજ વડે ડુંગરાળ વિસ્તારમાં વાવેતર કરવામાં…