બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ બાદ આરોગ્ય વિભાગ સજ્જ : ૩૦૬ ટીમો દ્વારા ૩૪ ગામોમાં ઘરેઘરે સર્વેલન્સ અને સારવાર, રોગચાળો અટકાવવા વ્યાપક કામગીરી શરૂ
ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક દિવસોથી સતત ભારે વરસાદ વરસી રહ્યો છે. ખાસ કરીને બનાસકાંઠા અને પાટણ જિલ્લામાં ભારે વરસાદને કારણે અનેક ગામોમાં પાણી ભરાઈ જતાં પરિસ્થિતિ વિકટ બની છે. આ પરિસ્થિતિમાં રાજ્ય સરકારે તાત્કાલિક સતર્કતા દાખવી છે અને આરોગ્ય વિભાગે સર્વેલન્સ, સ્ક્રીનીંગ તથા તાત્કાલિક સારવાર માટે મેદાનમાં વિશાળ તજવીજ કરી છે. આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ…