કબૂતરખાના વિવાદમાં હિંસક વળાંક: ભાઈંદરમાં જૈન વ્યક્તિ પર છરી વડે હુમલો કરવાનો પ્રયાસ, જાહેર આરોગ્ય સામે કાનૂની આદેશો છતાં નગરપાલિકાની ઉદાસીનતા
મુંબઈ મહાનગરના ઉપનગર ભાઈંદરમાં કબૂતર ખવડાવવાની વર્ષોથી ચાલતી પરંપરાને લઈ ઉદભવેલો વિવાદ હવે હિંસક સ્વરૂપ ધારણ કરી ગયો છે. બોમ્બે હાઈકોર્ટ દ્વારા ગેરકાયદેસર કબૂતરખાનાઓ અને જાહેર જગ્યાએ અનાજ ફેંકી કબૂતરોને ખવડાવવાની પ્રવૃત્તિ સામે સ્પષ્ટ કાર્યવાહી કરવાનો આદેશ આપવામાં આવ્યો હોવા છતાં, મીરા-ભાઈંદર મ્યુનિસિપલ કોર્પોરેશનની ઉદાસીનતાએ સ્થિતિને વધુ બગાડી છે. આ નિષ્ક્રિયતાનો પરિપાક એ થયો કે…