એકતાનગરમાં ભારત પર્વ–2025નો ભવ્ય પ્રારંભ: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આપ્યો “એક ભારત – શ્રેષ્ઠ ભારત”ના સંકલ્પનો સંદેશ
“રાજ્ય અનેક રાષ્ટ્ર એક, સમાજ અનેક ભારત એક, ભાષા અનેક ભાવ એક અને રંગ અનેક તિરંગો એક” — વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીનાં આ મંત્રને સાકાર કરતું ભારત પર્વ એકતાનગરમાં લોકકલાનું, સંસ્કૃતિનું અને એકતાનું જીવંત પ્રતીક બની રહ્યું છે. જ્યાં પ્રકૃતિની ગોદમાં સરદાર સરોવરનો નાદ ગુંજે છે, જ્યાં વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યૂ ઓફ યુનિટી ભારતીય એકતાનું…