દેવભૂમિ દ્વારકામાં જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૫ના ભવ્ય આયોજન માટે જિલ્લા કલેકટર રાજેશ તન્નાની અધ્યક્ષતામાં મહત્વપૂર્ણ બેઠક યોજાઈ
દ્વારકા,દેવભૂમિ દ્વારકા જિલ્લામાં આવી રહેલા જન્માષ્ટમી મહોત્સવ-૨૦૨૫ના ભવ્ય અને આયોજનબદ્ધ રીતે આયોજન સુનિશ્ચિત કરવા જિલ્લાના વરિષ્ઠ અધિકારીઓની બેઠક જિલ્લા કલેક્ટર શ્રી રાજેશ તન્નાની અધ્યક્ષતામાં યોજાઈ હતી. આગામી ૧૬ ઓગસ્ટ-૨૦૨૫ના રોજ ભગવાન શ્રી કૃષ્ણના પાવન જન્મોત્સવની ભવ્ય ઉજવણી માટે સમગ્ર દ્વારકા શહેર અને નજીકના વિસ્તારોમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવે ઉત્સવ મનાવવામાં આવશે. આ પ્રસંગે લક્ષો શ્રદ્ધાળુઓ દ્વારકાધીશના…