બાણગંગા તળાવ ખાતે સર્વપિતૃ-તર્પણનો મહામેળો : પૂર્વજોની શાંતિ માટે શ્રદ્ધાળુઓનો ઉમટ્યો માનવ મહેરામણ
સર્વપિતૃ અમાવસ્યા, જેને હિંદુ સમાજમાં મહાલય અમાવસ્યા તરીકે પણ ઓળખવામાં આવે છે, તે પિતૃપક્ષનો અંતિમ દિવસ માનવામાં આવે છે. દર વર્ષે આવતી આ તારીખે સમગ્ર ભારતભરમાં ખાસ કરીને શ્રદ્ધાળુઓ પોતાના પૂર્વજોની આત્માની શાંતિ માટે વિશેષ વિધિ-વિધાન સાથે તર્પણ કરે છે. આજે મુંબઈના વાલકેશ્વરમાં આવેલ ઐતિહાસિક બાણગંગા તળાવ ખાતે આ શ્રદ્ધાસભર પ્રસંગે ભક્તિભાવથી ઉમટેલો માનવ મહેરામણ…