તડકેશ્વરમાં ૭ની ધરપકડ, તો એરથાણમાં અશોકભાઈ રાઠોડનું મોત કોના હાથમાં? ગેરકાયદે ખનીજ ચોરીના કૌભાંડમાં SOG–LCB પર કેમ ઊઠે છે રહેમનજરના સવાલો?
સુરત જિલ્લો | વિશેષ તપાસ અહેવાલ ગુજરાતમાં ભ્રષ્ટાચાર અને ગેરકાયદે પ્રવૃત્તિઓ સામે “ઝીરો ટોલરન્સ”ની વાતો વચ્ચે, જમીન પર હકીકત શું છે?એક તરફ તડકેશ્વર ગામમાં પાણીની ટાંકી ધરાશાયી થવાના મામલે પોલીસ અને તંત્રની ઝડપી કાર્યવાહીથી ૭ આરોપીઓ જેલભેગા થયા છે, તો બીજી તરફ એ જ વિસ્તારના એરથાણા ગામમાં અશોકભાઈ રાઠોડના રહસ્યમય મોતને લઈને હજુ સુધી જવાબદારી…