વિસાવદરના ગૌચર મુદ્દે ઉપવાસ ઉપર બેઠેલા માલધારીઓ સામેથી રાજકીય નેતાઓ ગાયબ, રૂપાળા-ગોપાલભાઈને લોકપ્રશ્ન
વિસાવદર તાલુકામાં છેલ્લા કેટલાય સમયથી ગૌચર જમીન પર થયેલ દબાણ દૂર કરવા માટે માલધારીઓ સતત ગાંધીવાદી માર્ગે આંદોલન ચલાવી રહ્યા છે. તેમ છતાં સ્થાનિક તંત્ર અને ચૂંટાયેલા પ્રતિનિધિઓની અસંવેદનશીલતા અને ઉપેક્ષા સામે માલધારીઓ હવે કડવી વ્યથા વ્યક્ત કરી રહ્યા છે. વિશેષ એ છે કે, ચારથી પાંચ દિવસથી મામલતદાર કચેરી તથા કોર્ટ કમ્પાઉન્ડના મેદાનમાં પરિવાર સાથે…