શિવસેના (UBT)ના નગરસેવકો ‘નૉટ રીચેબલ’, શિંદે જૂથ સાથે સંપર્કની ચર્ચાએ મુંબઈનું રાજકારણ ફરી ઉકળ્યું
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કૉર્પોરેશન (BMC)ની ચૂંટણીના પરિણામો આવ્યા પછી મુંબઈનું રાજકારણ શાંત થવાને બદલે વધુ જ ગરમાતું જાય છે. ભારતીય જનતા પાર્ટી (BJP) અને એકનાથ શિંદેની શિવસેનાની મહાયુતિને સ્પષ્ટ બહુમતી મળી હોવા છતાં, સત્તા રચનાની પ્રક્રિયા હજુ પૂર્ણ થઈ નથી. આ દરમિયાન હવે એક નવી અને વિવાદાસ્પદ ચર્ચાએ રાજકીય વર્તુળોમાં ખળભળાટ મચાવ્યો છે—શિવસેના (UBT)ના કેટલાક નગરસેવકો…