જૅકલિન ફર્નાન્ડિસને સુપ્રીમ કોર્ટનો મોટો ઝટકો : ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં રાહત નકારી, કાનૂની લડત વધુ કઠિન બની
બોલીવૂડની લોકપ્રિય અભિનેત્રી જૅકલિન ફર્નાન્ડિસ માટે કાનૂની મુશ્કેલીઓમાં વધારો થયો છે. વર્ષોથી ચર્ચામાં રહેલા ૨૦૦ કરોડ રૂપિયાના મની લોન્ડરિંગ કેસમાં સુપ્રીમ કોર્ટએ (Supreme Court of India) તેમને કોઈપણ પ્રકારની રાહત આપવા ઇનકાર કરી દીધો છે. અભિનેત્રી તરફથી દાખલ કરાયેલ અરજીમાં એન્ફોર્સમેન્ટ કેસ ઇન્ફર્મેશન રિપોર્ટ (Enforcement Case Information Report – ECIR)ને રદ કરવાની માંગ કરવામાં આવી…