રાજકોટ ધોરાજીમાં વાતાવરણ પલટાતા શરદી-ઉધરસના કેસમાં ઉછાળો : ધોરાજી સરકારી હોસ્પિટલમાં દર્દીઓનો ઘસારો વધ્યો, તબીબો ચિંતિત
વાતાવરણ પલટાતા રોગચાળાની આફત રાજકોટ જિલ્લાના ધોરાજી તાલુકામાં છેલ્લા કેટલાક દિવસોથી હવામાનમાં સતત ફેરફાર જોવા મળી રહ્યો છે. એક બાજુ વરસાદ વરસે છે તો બીજી બાજુ ગરમીના ઝોકા અનુભવાય છે. આ બેવડી ઋતુ જેવી પરિસ્થિતિએ સામાન્ય જનજીવન પર સીધી અસર પાડી છે. ખાસ કરીને બાળકો, વૃદ્ધો અને નબળી તબિયત ધરાવતા લોકોમાં શરદી, ઉધરસ, તાવ, ઝાડા-ઉલટી…