પાટણના સરહદી વિસ્તારમાં વરસાદનો કહેર : સાંતલપુર સહિતના ગામો પાણીમાં ગરકાવ, SDRFએ અનેક જીવ બચાવ્યા
ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલા પાટણ જિલ્લાના સરહદી વિસ્તારોમાં છેલ્લા બે દિવસથી કુદરતનો ત્રાટકતો કહેર જોવા મળી રહ્યો છે. ખાસ કરીને સાંતલપુર તાલુકામાં ભારે વરસાદ ખાબકતા સમગ્ર વિસ્તાર જળબંબાકાર થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં માત્ર સાંતલપુરમાં જ 8 ઇંચ વરસાદ નોંધાતા નદીઓ, નાળા અને તળાવો ઓવરફ્લો થઈ ગયા છે. પરિણામે લોદરા, બકુત્રા, વૌવા, દાત્રાણા અને…