સિદ્ધપુર હાઇવે પર ધડાકેદાર કાર્યવાહી — ₹56.45 લાખનો વિદેશી દારૂ જપ્ત, રાજસ્થાનનો ટ્રકચાલક ઝડપાયો
પાટણ જિલ્લાના સિદ્ધપુર-મહેસાણા હાઇવે પર આજે એક મોટી દારૂ વિરુદ્ધની કાર્યવાહી હાથ ધરાતાં સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ છે. પાટણ એલ.સી.બી. (લોકલ ક્રાઇમ બ્રાન્ચ)ની ટીમે ગુપ્ત બાતમીના આધારે નાકાબંધી કરી ₹56 લાખથી વધુ કિંમતના વિદેશી દારૂના જથ્થા સાથે કન્ટેનર ટ્રક ઝડપી પાડ્યો હતો. આ કાર્યવાહી રાજ્યમાં ચાલુ દારૂ વિરોધી અભિયાનમાં અત્યાર સુધીની સૌથી મોટી ગણાય…