ગરીબોના હિતમાં સંવેદનશીલ સરકારનું મિશન — અંત્યોદય (AAY) અને PHH લાભાર્થીઓને આવશ્યક ચીજવસ્તુઓનો લાભ ૧લી નવેમ્બરથી મળશે : ગુજરાત સરકારની પૂર્વયોજનાબદ્ધ તૈયારીઓ પૂર્ણ
જામનગર તા.૩૧ ઓક્ટોબર — ભારત દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના “સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ” ના સૂત્રથી પ્રેરિત થઈને અને ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલના સંવેદનશીલ નેતૃત્વ હેઠળ રાજ્ય સરકારે હંમેશા ગરીબ, વંચિત અને અંત્યોદય વર્ગના નાગરિકોના હિતમાં સતત પગલાં લીધાં છે. આ જ દિશામાં, રાજ્યમાં રાષ્ટ્રીય અન્ન સુરક્ષા અધિનિયમ (NFSA) હેઠળ નોંધાયેલા…