પાટણ જિલ્લામાં કડક કાર્યવાહી — સિદ્ધપુર, ચાણસ્મા અને શંખેશ્વરમાં પકડાયેલ પોણા બે કરોડના વિદેશી દારૂનો નાશ, પોલીસની મોટી સિદ્ધિ
ગુજરાત રાજ્યમાં દારૂ પ્રતિબંધના કાયદાને વધુ મજબૂત રીતે અમલી બનાવવા માટે પાટણ જિલ્લામાં પોલીસ તંત્ર અને વહીવટી તંત્રે સંયુક્ત રીતે એક ઐતિહાસિક કાર્યવાહી હાથ ધરી છે. સિદ્ધપુર, ચાણસ્મા અને શંખેશ્વર પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાંથી છેલ્લા કેટલાક મહિનાઓમાં પકડાયેલા કરોડોના વિદેશી દારૂના જથ્થાનો આજે વિધિવત રીતે નાશ કરવામાં આવ્યો.આ કાર્યવાહી સિદ્ધપુર તાલુકાના સુજાણપુર ખાતે મામલતદાર તથા…