જામનગરમાં ભક્તિ અને પરંપરાનો અદભૂત સંગમ — ‘રાંદલ લોટા ઉત્સવ’માં હજારો ભક્તોની ભાવભીની હાજરી.
જામનગર શહેરમાં ભક્તિ, પરંપરા અને સામૂહિક એકતાનો અનોખો માહોલ સર્જાયો હતો, જ્યારે ખોડલધામ પરિવાર દ્વારા ચોથા વાર્ષિક ‘રાંદલ માં લોટા ઉત્સવ’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ મહોત્સવ માત્ર ધાર્મિક વિધિ સુધી મર્યાદિત નહોતો, પરંતુ સંસ્કૃતિ, સંગીત, ભક્તિ અને સામાજિક એકતાનો વિશાળ ઉત્સવ બની ગયો હતો. રણજીતસાગર રોડ નજીક ખોડીયાર પાર્ક સોસાયટીના કોમન પ્લોટ ખાતે…