સ્વ. વિજયભાઈ રૂપાણીની યાદને ચિરંજીવી બનાવતી ઐતિહાસિક ક્ષણ: ગુજરાત વિધાનસભા પોડિયમ ખાતે છબીનું અનાવરણ
ગુજરાત રાજ્યની રાજકીય, સામાજિક અને વિકાસયાત્રામાં અમીટ છાપ છોડી ગયેલા પૂર્વ મુખ્યમંત્રી સ્વર્ગસ્થ વિજયભાઈ રૂપાણીની સ્મૃતિને ગુજરાત વિધાનસભા પોડિયમમાં સ્થાન અપાતાં સમગ્ર રાજ્યમાં ભાવનાત્મક માહોલ સર્જાયો હતો. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ તથા વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તેમની છબિનું અનાવરણ કર્યું ત્યારે સભાખંડમાં ઉપસ્થિત મંત્રીઓ, ધારાસભ્યો અને પરિવારજનોમાં સંવેદનાનો સ્ફુરણ છવાઈ ગયો હતો. વિધાનસભા પોડિયમની…