‘પ્રચારનો ગાજો કે પ્રજાની પીડા?’, ગુજરાતમાં મોંઘવારી, બેરોજગારી અને કાયદો-વ્યવસ્થા વચ્ચે ₹108 કરોડના પ્રચાર ખર્ચ પર ઉઠ્યા સવાલ
ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ, વધતી બેરોજગારી, મોંઘવારીનો બોજ અને સામાન્ય જનતાના જીવનખર્ચમાં થયેલા ભારે વધારા વચ્ચે રાજ્ય સરકાર દ્વારા પ્રચાર-પ્રસાર માટે કરવામાં આવેલા ₹108 કરોડના ખર્ચને લઈને રાજકીય અને સામાજિક વર્તુળોમાં ચર્ચા અને ટીકા બંને શરૂ થઈ છે. વિપક્ષ અને કેટલાક સામાજિક સંગઠનોનો આરોપ છે કે જ્યારે પ્રજા રોજગાર, સુરક્ષા અને મોંઘવારી જેવી મૂળભૂત…